Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:41 - કોલી નવો કરાર

41 યશાયા આગમભાખીયાએ વાત ઈ હાટુ કીધી કે, કેમ કે એને પોતે ઈસુની મહિમાને જોય, અને એણે એના વિષે વાત કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:41
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.


ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો?


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”


ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ