પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું”
પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.