33 પણ ઈ કયને એને ઈ એધાણ કરી દીધુ કે, એનુ મોત કેવી રીતે થાહે.
આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.
હવે ઈસુએ પિતર કેવી રીતે મરશે, અને પરમેશ્વરની મહિમા પરગટ કરશે. ઈ બતાવવા હાટુ કીધું ઈ કેવાનું પુરું થયા પછી એણે પિતરને કીધું કે, “તુ મારો ચેલો બન.”