હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”
પણ મને મારા વિષયમાં લોકોની સાક્ષીની જરૂર નથી, તો પણ મે તમને તેઓની સાક્ષીના વિષે બતાવ્યું છે, જે યોહાન જળદીક્ષા આપનારાને બતાવતા, ઈ હાટુ તમે તારણ પામી હકો.