અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ.