પછી ઈસુ થોડાક આગળ વધ્યો અને એણે ઘુટણે પડીને પોતાનુ મોઢું જમીન ઉપર રાખીને પરમેશ્વરને પ્રાર્થના કરી કે, “હે અબ્બા, હે બાપ, જો આ તમારી યોજનામાં શક્ય છે તો મને ઈ દુખથી બસાવી લ્યો જે મારી પાહે આવનાર છે. તારી હાટુ બધુય શક્ય છે. આ દુખને નો આવવા દયો. તો પણ ઈજ કરો જે તુ ઈચ્છે છે. આ નય કે, જે હું ઈચ્છું છું”
પછી ત્રીજીવાર આવીને તેઓને કીધું કે, “શું કામ તમે હજી હુતા છો અને આરામ કરી રયા છો? બસ બોવ થયુ, જોવ, હાંભળો, ઈ વખત આવી ગયો છે જઈ કોય મને, માણસના દીકરાને પાપી લોકોના હાથમાં હોપી દેહે જેથી તેઓ મને પકડી હકે.
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.