ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે.
પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.