પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં.
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”
પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.