18 ઈ હાટુ ઘણાય લોકો ઈસુને મળવા આવ્યા હતાં, કેમ કે એણે ઈ સમત્કારની નિશાની વિષે હાંભળ્યું હતું.
જઈ ઈસુ ઈ જગ્યાના ઢાળ ઉપર પુગ્યા જ્યાંથી મારગ લગભગ જૈતુનના ડુંઘરાથી નીસેથી જાતો હતો, તઈ ચેલાઓનો આખોય ટોળો ઈ સમત્કારી કામોને કારણે જે તેઓએ જોયા હતાં, ઈ રાજી થયને અને જોર જોરથી રાડો પાડીને પરમેશ્વરની મહિમા કરતાં કેવા લાગ્યા:
કેમ કે, એના કારણે ઘણાય બધાય લોકોએ યહુદી લોકોના આગેવાનનો નકાર કરીને ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા હતા.
બીજા દિવસે તેવારમાં આવેલા ઘણાય લોકોએ એવુ હાંભળ્યુ કે, ઈસુ યરુશાલેમ આવે છે.
તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”
ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.
લોકોનો મોટો ટોળો એની વાહે ગયો કેમ કે, એણે જે માંદા માણસોને હાજા કરવાની જે સમત્કારી નિશાની દેખાડી હતી ઈ બધુય એણે જોયુ હતું.