15 “હે સિયોનમાં રેનારા તમે બીવોમાં, જોવો, તમારો રાજા ગધેડાના ખોલકા ઉપર બેહીને આવે છે.”
“યરુશાલેમના લોકોને કેય કે, જોવ, તમારો રાજા તમારી પાહે આવે છે, ઈ નમ્ર છે, અને ગધેડા ઉપર એટલે વજન ઉપાડનારાના ખોલકા ઉપર બેહીને આવે છે.”
જઈ ઈસુને ગધેડાનું એક ખોલકુ મળ્યું, તો ઈ એની ઉપર બેહી ગયો, આ જેવું શાસ્ત્રમા લખેલુ છે, એવુ જ થયુ.