13 એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”
ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!
એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.