9 ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે.
પણ જે કોય રાતે હાલે છે, તેઓને ઠેય લાગે છે કેમ કે, એની પાહે અંજવાળું નથી.”
ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો.
જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી પ્રેમ રાખે છે, ઈ અજવાળામાં હાલે છે, અને ઈ હાટુ એનામા એવુ કાય પણ નથી જે કોય બીજાને પાપ કરવાનું કારણ બને.