8 ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?”
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.