6 પણ જઈ એણે હાંભળ્યું કે, લાજરસ માંદો છે, તો ઈસુ જ્યાં હતો ન્યા જ બે દિવસ રોકાય ગયો.
હવે ઈસુ માર્થા અને એની બેન મરિયમ અને લાજરસ ઉપર પ્રેમ કરતાં હતા.
અને બે દિવસ પછી એણે પોતાના ચેલાઓને કીધું કે, “હાલો આપડે પાછા યહુદીયા જિલ્લામાં જાયી.”