57 મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.
તઈ તેઓએ ફરીથી એને પકડવાની કોશિશ કરી, પણ ઈ તેઓથી છેટો વયો ગયો.
પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે?
તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.