56 તેઓ ઈસુને ગોતવા લાગા અને મંદિરમાં ઉભા રયને એકબીજાને કેવા લાગા કે, “તમે શું વિસારો છો? શું આ તેવારમાં નય જાય?”
મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.
ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.