54 ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો.
ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.