જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે.
અને અમારી નિંદા કરનારા કેટલાક લોકો અમારી વિષે કેય છે કે, તેઓનું બોલવું એવું છે કે, હારું થાય ઈ હાટુ આપડે દૃષ્ટતા કરતાં રેયી, આવું હુકામ નો કરી? તેઓને થયેલી સજા લાયક છે.