તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.
તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.