હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”
તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”
જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો.
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.