Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:42 - કોલી નવો કરાર

42 હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:42
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

શું તું નથી હમજતો કે, હું મારા બાપની પાહે માંગુ, તો ઈ હમણા જ સિપાયની બાર ટુકડીઓ કરતાં, વધારે સ્વર્ગદુતો મારી પાહે મોકલી દેહે?


પણ હું જાણું છું કે, તુ હજી પણ પરમેશ્વરથી માંગય, તો ઈ તને આપશે.”


તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.


આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!”


કેમ કે, એના કારણે ઘણાય બધાય લોકોએ યહુદી લોકોના આગેવાનનો નકાર કરીને ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા હતા.


જે લોકો ઈસુની હારે હતાં, ઈ બીજા લોકોને કેવા લાગ્યા કે, એને લાજરસને કબરમાંથી બારે બોલાવ્યો, અને મરણમાંથી જીવતો કરયો.


કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.


હે ન્યાયી બાપ, જગતના લોકોએ તને નથી જાણો, પણ મે તને જાણો છે, અને તેઓ જાણી ગયા કે, તે મને મોકલો છે.


કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.


અને જો હું કોયનો ન્યાય કરું, તોય મારો ન્યાય હાસો છે, કેમ કે, હું એકલો નથી, પણ હું બાપની હારે છું જેણે મને મોકલ્યો છે.


અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ