પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”
જેથી સિમોન પિતર અને જેની ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો ઈ બીજા ચેલાની પાહે ધોડીને ગય અને તેઓને કીધું કે, “તેઓએ પરભુને કબરમાંથી લય લીધા છે અને તેઓએ એને ક્યા મુક્યા છે એની અમને ખબર નથી.”