33 તઈ ઈસુએ મરિયમ અને એની હારે આવેલા યહુદી લોકોને રોતા જોય, બોવ દુખી થયને હેપતાય ગયો,
અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.
આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”
ઈ હાટુ બોવ બધાય યહુદી લોકો, માર્થા અને મરિયમની પાહે એના ભાઈનાં મોત ઉપર દિલાસો આપવા હાટુ આવ્યા હતા.
તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.
અને એણે પુછયું કે, “તમે એની લાશને ક્યા રાખી છે?” તેઓએ કીધું કે, “પરભુ, આવ અને જોયલે.”
ઈસુ રોયો.
ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો.
હવે મારો જીવ દુખી થયો છે. શું હું આ કવ? “હે બાપ, મને આ પીડાથી હમણા જ બસાવ?” પણ આ જ કારણે; તો હું આ ઘડી હુંધી આવ્યો છું
જઈ ઈસુ કય રયો, તઈ એના મનમા નિહાકો નાખીને તેઓએ ઈ સાક્ષી આપી કે, “હું તમને હાસે હાસુ કવ છું, તમારામાંનો એક મને દગાથી પકડાયશે”
જે રાજી છે, તેઓની હારે રાજી થાવ અને જે રોવે છે, એની હારે રોવો.
કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.