આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.
જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.