31 તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.
તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.