29 આ હાંભાળીને મરિયમ તરત જ ઉભી થયને ઈસુની પાહે આવી.
આ કયને ઈ વય ગય, અને પોતાની બેન મરિયમને ખાનગીમાં લય જયને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ આજ છે અને તને બોલાવે છે.”
ઈસુ હજી હુધી બેથાનિયા ગામમાં નથી પૂગ્યો, પણ ઈજ જગ્યા ઉપર હતો, જ્યાં માર્થા એને મળી હતી.