તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું”
ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.