શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”