25 ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.
કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે.
જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.
આ ઈ જ હતાં જે ફરીને મરેલામાંથી જીવતા થયા જઈ પરમેશ્વરે પેલીવાર મરેલા લોકોને ફરીથી જીવાડા. બાકીના વિશ્વાસી જે મરી ગયા હતાં ઈ ફરીથી જીવતા નો થયા, જ્યાં હુધી એક હાજર વરહ પુરા નો થયા.
તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,
પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.