જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.