20 જઈ માર્થાને ખબર પડી કે, ઈસુ આવી રયો છે, તઈ ઈ એને મળવા હાટુ ગય. પણ મરિયમ ઘરમાં બેઠી રય.
ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.
અડધી રાતે ધોમ ધડાકાનો અવાજ હંભળાણો, “જોવ, વરરાજો આવ્યો છે! એને મળવા બારે હાલો.”
ઈસુ હજી હુધી બેથાનિયા ગામમાં નથી પૂગ્યો, પણ ઈજ જગ્યા ઉપર હતો, જ્યાં માર્થા એને મળી હતી.
જઈ પિતર પાહે આવી ગયો, તો કર્નેલ્યસ પિતરને મળો, અને નમીને એને સલામ કરી,
રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.
એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું.