ઈસુ મસીહના જનમ પેલા આવી રીતે થયુ, એટલે એની માં મરિયમની હગાય યુસફ હારે લગન કરવા થય હતી, પછી તેઓ ભેળા થયાં પેલાથી જ ઈ પવિત્ર આત્માના સામર્થથી ગર્ભવતી થય.
ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.”