39 તઈ તેઓએ ફરીથી એને પકડવાની કોશિશ કરી, પણ ઈ તેઓથી છેટો વયો ગયો.
તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ.
યહુદી લોકોના આગેવાનોએ, ઈસુને મારવા હાટુ બીજીવાર પાણા લીધા.
તઈ યહુદી લોકોના આગેવાનોએ ઈસુને પકડવાની કોશિશ કરી પણ કોયે એને પકડયો નય, કેમ કે એનો વખત હજી લગી આવ્યો નોતો.
તઈ થોડાક લોકોએ ઈસુને પકડવાની કોશિશ કરી, પણ કોયે એને પકડયો નય.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.