34 ઈસુએ એને પુછયું કે, “શું તમારા શાસ્ત્રમાં નથી લખ્યું કે, મે કીધું તમે દેવ છો?
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.
ઈ હાટુ લોકોએ એને જવાબ આપ્યો કે, “મસીહ સદાય રેહે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી હાંભળુ છે તો માણસનો દીકરો ઉસો કરવો જોયી, એમ તમે કા કયો છો? ઈ માણસનો દીકરો કોણ છે?”
અને આ ઈ હાટુ થયુ કે જે એના નિયમમાં લખેલુ છે, ઈ વચન પુરું થાય કે, તેઓએ કોય કારણ વગર નકાર કરયો.
મૂસાના નિયમમાં પણ લખ્યું છે કે, બે માણસની સાક્ષી હાસી માનવામાં આવે છે.
શાસ્ત્રમાં લખ્યું છે કે, “બીજી ભાષાઓથી અને અજાણ્યા લોકોના હોઠોથી હું આ લોકોની હારે બોલય, તો પણ તેઓ મારું હાંભળે નય,” એમ પરભુ કેય છે.