26 પણ તમે ઈ હાટુ વિશ્વાસ નથી કરતાં કેમ કે, તમે મારા ઘેટાઓમાંથી નથી.
મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.
અને પોતાના બધાય ઘેટાને બારે કાઢી લીધા પછી, સરાવનારો આગળ આગળ હાંકે છે, અને ઘેટા એની વાહે-વાહે જાય છે કેમ કે, તેઓ એનો અવાજ ઓળખી જાય છે,
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”
જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”
આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.