યહુદી લોકોના આગેવાનોએ એને જવાબ દીધો કે, “કોય પણ હારા કામોના કારણે અમે તારી ઉપર પાણા નથી મારતા, પણ ઈ હાટુ કે તુ પરમેશ્વરની નિંદા કરે છે, અને ઈ હાટુ કે, તુ માણસ થયને પણ પોતાની જાતને પરમેશ્વર માંને છે.”
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.