22 ઈ દિવસોમાં યરુશાલેમ શહેરમાં મંદિરને પ્રતિષ્ઠાને યાદ કરવાનો તેવાર હતો, અને શિયાળાનો વખત હતો.
અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
કોય બીજા માણસોએ કીધું કે, “જેમાં મેલી આત્મા છે, ઈ માણસ આવી વાતો કરી હકતો નથી, અને એક મેલી આત્મા ક્યારેય પણ આંધળા માણસને જોતો કરી હકતો નથી.”
ઈસુ મંદિરમાં સુલેમાનના ફળીયામાં આટા મારતો હતો.