16 મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે.
ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે.
કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.
એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.
હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.