પગાર ઉપર રાખેલો મજુર, જ્યાં નાયડો આવતાં જોયો, તો ઈ ઘેટાને મુકીને ભાગી જાહે કેમ કે, ઈ તેઓને સરાવનારો નથી. અને ઘેટાઓ એના નથી. અને ઈ નાયડો ઘેટાઓને પકડવા હાટુ ભાગે છે, અને ઈ તેઓને વેર વિખેરી નાખે છે.
હારો સરાવનારો હું છું અને પોતાના ઘેટાને ઓળખું છું અને મારા પોતાના ઘેટા મને ઓળખે છે એવી જ રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, અને હું મારા ઘેટાઓની હાટુ મારો જીવ આપું છું
એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.
મારી ઈચ્છા છે કે, તમે જગતના જીવનની નાશવંત બાબતોથી મુક્ત રયો. જે લગન કરયા વગરના છે, ઈ પરમેશ્વરની સેવા કેમ કરે ઈ વાતોની સીંતા કરે છે. ઈ પરભુને રાજી કરવા માગે છે.