પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.
હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.
જે કાય આપડે ઈસુ મસીહ વિષે જોયું અને હાંભળ્યું છે ઈ જ સંદેશો અમે તમને હોતન બતાવી છયી, કેમ કે, અમારી હારે તમારી પણ સંગતી છે, અને અમારી આ ભાગીદારી પરમેશ્વર બાપની હારે, અને એનો દીકરો ઈસુ મસીહની હારે છે.