ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.
ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.
ઈ માણસ જે જીવન આપે છે ઈ પૃથ્વી ઉપર આવ્યો છે, આપડે એને જોયો છે, અને એની વિષે સંદેશો આપી છયી, અને તમને ઈ અનંતકાળના જીવન વિષે બતાવે છે, જે પરમેશ્વર બાપની હારે હતો, અને આપડી ઉપર પરગટ થયુ.
તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”