39 એને તેઓને કીધું કે, આવીને જોવો તઈ તેઓએ ઈ જગ્યા જોય જ્યાં ઈ રેતો હતો ઈ દિવસે તેઓ એની હારે રયા, એટલે બપોર પછી સ્યાર વાગ્યા હતા.
પણ તેઓ એને રોકવા ઈચ્છતા હતાં કે, “અમારી હારે રેય કેમ કે, દિવસ હવે ઘણોય આથમી ગયો છે, અને રાત થાવા આવી છે.” જેથી ઈસુ તેઓની હારે અંદર રેવા ગયો.
ઈસુએ વાહે ફરીને તેઓને વાહે આવતાં જોયને પુછયું કે, તમે શું ગોતો છો તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ તમે ક્યા રયો છો?”
ઈ બે યોહાનના ચેલાઓમાંથી જેઓ એની વાતો હાંભળીને ઈસુની વાહે ગયો હતો, એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો.
નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”
ઈ હાટુ જઈ સમરૂન પરદેશના રેનારા લોકો ઈસુની પાહે આવ્યા, એને વિનવણી કરવા લાગ્યા કે, તુ અમારી ભેગો રે, તઈ ઈસુ ન્યા બે દિવસ હુંધી રયો.
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.