Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:38 - કોલી નવો કરાર

38 ઈસુએ વાહે ફરીને તેઓને વાહે આવતાં જોયને પુછયું કે, તમે શું ગોતો છો તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ તમે ક્યા રયો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:38
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મરિયમ નામની એની એક બેન હતી; ઈ ઈસુના પગ આગળ બેહીને શિક્ષણ હાંભળતી હતી.


ઈસુની હારે લોકોનું એક મોટુ ટોળું હાલતું હતું. એણે લોકોની બાજુ ફરીને તેઓને કીધું કે,


પછી ઈ દીકરો, ઈ દેશ છોડીને એના બાપ પાહે જાવા હાટુ હાલતો થયો, જઈ ઈ દીકરો હજી ઘણોય આઘો હતો, તઈ એના બાપે એને આવતો જોયો, એને એના દીકારા ઉપર દયા આવી, અને જેથી ઈ એના દીકરા પાહે ધોડીને ગયો એને બથ ભરી લીધી અને એને સુંબન કરયુ.


જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.”


પછી ઈસુએ ફરીને પિતરની હામે જોયું, અને પિતરને ઈસુની કીધેલી વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યો અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.”


પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે,


તઈ યોહાનના ઈ બે ચેલાઓ એની વાત હાંભળીને ઈસુની વાહે ગયા.


એને તેઓને કીધું કે, આવીને જોવો તઈ તેઓએ ઈ જગ્યા જોય જ્યાં ઈ રેતો હતો ઈ દિવસે તેઓ એની હારે રયા, એટલે બપોર પછી સ્યાર વાગ્યા હતા.


નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”


તેઓએ ગાલીલ પરદેશના બેથસાઈદા ગામના ફિલિપની પાહે આવીને વિનવણી કરી કે, “ભાઈ, અમે ઈસુને ભેટ કરવા માંગી છયી.”


તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?”


તઈ ઈસુએ બીજીવાર તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?” તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને.”


ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”


તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”


ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”


પછી દરિયાની ઓલે પાર તેઓએ એને મળીને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ તુ આયા ક્યારે આવ્યો?”


તઈ પિતરે નીસે ઉતરીને ઈ માણસોને કીધું કે, “હાંભળો, તમે જેને ગોતો છો ઈ હું છું, તમારુ આયા આવવાનું શું કારણ છે?”


ઈ હાટુ જઈ મને બોલાવવામાં આવ્યો, તો હું કાય શંકા કરયા વગર આવી ગયો, હવે હું પુછુ છું કે, મને ક્યા કામ હાટુ બોલાવવામાં આવ્યો છે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ