33 મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે.
ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.