31 હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે.
ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.
મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.
પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”