ઓ આંધળા ફરોશી ટોળાના લોકો, તમારૂ વાસણ તમે અંદરથી સાફ કરો એટલે કે, તમારા મનમાં લોભ અને લાલસને આઘા કર, તઈ ઈ વાસણ બારેથી સાફ થય જાય છે એમ અંદરથી હોતન સાફ થય જાય છે, એમ તમે અંદર ને બારેથી હોતન ન્યાયી બની હકશો અને તેઓની જેવું કરી હકશો.
ઈસુએ આ કેવાનું પુરું કરયા પછી ઈ ન્યાંથી નીકળો. પછી યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એની વિરુધમાં ઉશ્કેરવા લાગ્યા. તેઓ ઘણીય બધીય બાબતો વિષે સવાલો પુછયા.
યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.
કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા.