આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”
આ જ મુસા એક આગમભાખીયાના રૂપમાં આપડા વડવાઓની હારે હતો, જઈ ઈ વગડામાં એક હારે ભેગા હતાં ન્યા સિનાઈ ડુંઘરા ઉપર મુસાને સ્વર્ગદુત દ્વારા જીવનદેનારા વચન મળ્યા અને એણે એને અમારી લગી પુગાડી દીધા.
જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.