15 યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
જઈ યોહાન પાણીથી જળદીક્ષાનો પરચાર કરવા લાગ્યો તઈ એણે લોકોને એવુ કીધુ કે, “એક માણસ જે મારાથી મહાન છે, ઈ જલ્દી આવનાર છે. હું તો ચાકરની જેમ એના પગરખાની વાધરી છોડવાને લાયક પણ નથી.