Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 5:7 - કોલી નવો કરાર

7 ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 5:7
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


કેમ કે, જેમ વીજળી ઉગમણેથી નીકળીને આથમણે હુધી સમકે છે, એમ જ માણસના દીકરાનું આવવાનું હોતન થાહે.


ઈ હાટુ તમે પણ મારા પાછા આવવા હાટુ તૈયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે.


હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”


તઈ લોકો મને, માણસના દીકરાને મહાન પરાક્રમ અને મહિમાની હારે વાદળામાથી આવતાં જોહે.


પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


ઈસુએ એને કીધું કે, જો મારી ઈચ્છા હોય કે, મારા પાછા આવવા લગી આ જીવતો રેય, તો એનાથી તારે કાય મતલબ નથી? “તુ મારી પાછળ આય.”


એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”


જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


પણ આપડે ભલા કામ કરવામાં નિરાશ નો થાયી કેમ કે, જો આપડે કોયદી હાર નો માની તો પરમેશ્વરનાં પોતાના વખત ઉપર ઈનામ પામશું.


અમે પ્રાર્થના કરી છયી કે, પરમેશ્વર એની મહિમાના સામર્થથી તમને મજબુત બનાવે જેનાથી તમે ધીરજ અને આનંદથી પોતાના દુખોને સહન કરી હકો.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


આપડી આશા કે આનંદ કે મોટાયનો મુગટ કોણ છે? ઈ તમે જ હશો જઈ આપડા પરભુ ઈસુ મસીહ પાછા આયશે.


અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.


અને આ રીતેથી ઈબ્રાહિમે વાયદાને પુરો કરવામાં ધીરજ રાખી અને જે પરમેશ્વરે વાયદો કરયો હતો ઈ મેળવો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે આગમભાખીયાઓને પરભુના નામે વાતો કરી કે, એને દુખ ઉઠાવવું અને ધીરજ ધરવાનો એક નમુનો હમજો.


તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે.


તેઓ કેહે કે, “એનો પાછા આવવાનો વાયદો ક્યા છે? કેમ કે, જઈથી અમારા બાપ-દાદાઓ મરી ગયા, બધુય સૃષ્ટિની શરૂઆતમાં જેમ હતું એમનું એમ જ છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ