તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.
શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય.
પણ તમે ગરીબોનુ અપમાન કરયુ, અને તમે જાણો છો કે, રૂપીયાવાળા લોકો જ છે જે તમારી ઉપર દાવો કરે છે અને તેઓ ઈજ છે જેઓ તમને પરાણે ન્યાય હાટુ કોરાટમા લય જાય છે.
તમે લાલસ રાખો છો, પણ તમને કાય મળતું નથી, ઈ હાટુ તમે ખૂન કરવા તૈયાર છો અને લોભ કરો છો પણ તમને કાય મળતું નથી ઈ હાટુ તમે બાધોશો અને બાધણું કરો છો, ઈ હાટુ તમને કાય મળતું નથી કેમ કે, તમે પરમેશ્વરથી માગતા નથી.